મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા સહિતના ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે જામનગર તરફથી આવતી બોલેરો પીકઅપ કાર નં. જીજે-૧૦-ટીવી-૩૧૭૧ માં ગૌવંશ ભરેલ છે અને આ ગાડી માળીયા તરફ ગૌવંશને કતલખાને લઇ જઈ રહ્યા છે. જેને પગલે ગૌરક્ષકોની ટીમે આમરણ નજીક વિરપરડા ગામના પાટીયે વોચ ગોઠવી જામનગર તરફથી આવતી બોલેરો ચેક કરતા બે ગૌવંશ ભરેલા હોવાનું જોવા મળ્યું હતું. બીજી તરફ ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલી ગાડી ઝડપી લઈ તુરંત જ મોરબી કંટ્રોલને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જઈ રહેલા બોલેરો ગાડીના ડ્રાઇવર રઘુભા રણુભા ચુડાસમા તથા ગાડીમાં સાથે રહેલ રૂડાભાઇ ટપુભાઈ પરમારને ઝડપી લીધા હતા તો ધટના દરમ્યાન આરોપી રૂડાભાઈ પરમારે છરી પણ બતાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.