મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટ એસી.ના પ્રમુખ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસી.ના પ્રમુખની અધ્યક્ષતામાં ટ્રક ટ્રાન્સપોર્ટરોની મળેલી મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લોકડાઉન બાદ ડીઝલના ભાવ વધારા તથા સીરામીક ઉધોગકારોએ ભાડા વસૂલ કરવાના નવા નિર્ણયનો વિરોધ કરી સીરામીક એશો.ને પત્ર લખી આ નિર્ણય રદ કરવા જણાવ્યું છે જેમાં જણાવાયું હતું કે મોરબી સહિત તમામ જગ્યાએ ભારે વરસાદથી મોટાભાગના માર્ગો તૂટી ગયા છે.જેના લીધે સીરામીક ટાઇલ્સની હેરફેર કરતા ટ્રકો માર્ગો પરના ખાડાથી સીરામીક ટાઇલ્સમાંનુકશાન થાય છે અને જો સીરામીક ટાઇલ્સમાં નુકશાન થાય તો તેનું વળતર ટ્રક ચાલકો કે માલિકો પાસેથી વસુલ કરવાની નિર્ણય સીરામીક એકમો અને વેપારીઓ દ્વારા લેવાયો છે જે નિર્ણય રદ કરવા માટે સીરામીક ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમ છતાં ભાડા વસુલનો નિર્ણય રદ ન કરતા અંતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોએ તૂટેલા રોડથી માલને નુકશાન થાય તો તેમાં ટ્રાન્સપોર્ટરો જવાબદાર નથી અને આ અંગે 9 મી સુધીમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો તા 10 થી ટ્રક હડતાળ પડવાની ચીમકી આપી છે ત્યારે જો ટ્રકોના પૈડાં હાલ સીરામીક માં તેજી સમયેજ થંભી જશે તો શ્રીઅમિક એકમો અને વેપારીઓની સાયકલ અને વેપાર પર અસર થશે અને જેનાથી આર્થિક પાયમાલી ભોગવવી પડે તેવી સ્થિતિ ઉભી થયા તેમ છે