મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન/જુગાર ની પ્રવુતિ સદંતર નાબુદ કરવા અંગે સુચના કરેલ જે અન્વયે હળવદ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે કુંભારપરામાં મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર ચાલુ છે તેવી ચોકકસ બાતમી મળતા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી જુગાર રમતા નવધણભાઈ વજાભાઇ શામળ, લાલજીભાઈ બાબુભાઈ સારદીયા, રાજુભાઈ જગાભાઇ ઉઘરેજા, અનીલભાઈ નરશીભાઇ તાવીયા એમ કુલ ચાર ઇસમોને કુલ રોકડા રૂ.૧૯૫૦૦/-ના મુદામાલ સાથે જડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પીઆઈ એચ.એન.રાઠોડ, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકી સહિતનાઓ રોકાયેલા હતાં.