મોરબી જિલ્લાના ચારેય તાલુકા મથકે માં કાર્ડની કામગીરી ચાલુ કરવાની માંગ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લા પ્રભારી મંત્રીને રજુઆત કરવામાં આવી
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં મોરબી જીલ્લામાં ફકત મોરબી જનરલ હોસ્પિટલ ખાતે એક જ કીટ મારફતે મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢવા રીન્યુ કરવા માટેની કામગીરી થાય છે. બાકીના પાંચ તાલુકા મથકે કામગીરી થતી નથી. તે છેલ્લા ૧ માસથી બંધ છે જેથી મધ્યમ વર્ગના માણસો કે જેઓના પરિવારના સભ્યો કે જે ગંભીર બીમારીથી પીડાતા હોઇ તેઓ યોજના અંતર્ગત સારવાર લેવાની માટે નવા માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ નિકળી શકતા નથી કે રીન્યુ પણ થઇ શકતા નથી. આથી લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર થવું પડે છે. તેથી લોકોને સરકારની આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે મોરબી જીલ્લાના બધા તાલુકામાં માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડની કામગીરી તાકીદે શરૂ કરવા માંગ કરી છે.