પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના મહેન્દ્રનગરમાં નીલકંઠ પાર્ક સોસાયટીમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે પીઆઈ વિરલ પટેલનાં માર્ગદર્શન હેઠળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ બળદેવભાઈ વિડજા, કાંતિભાઈ નરસીભાઈ જુલાસણા, સંગેશભાઈ નટુભાઈ વરમોરા, પરેશભાઈ મનસુખભાઇ વરમોરા, વિશાલભાઈ કિશોરભાઈ ફળદુ, રજનીશભાઈ મનસુખભાઇ બાવરવાને રોકડા રૂ.૧૦,૪૦૦/- અને મોબાઇલ ફોન નંગ ૦૭ કિં.રૂ.૩૯,૬૦૦/- મળી કુલ રૂ.૫૦,૦૦૦/- મુદામાલ સાથે ઝડપી પાડી આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.