Saturday, December 21, 2024
HomeGujaratવાંકાનેર, હળવદ અને માળિયામાં નવા ટીડીઓની નિમણૂંક

વાંકાનેર, હળવદ અને માળિયામાં નવા ટીડીઓની નિમણૂંક

ટંકારાનાં ટીડીઓની બદલી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સાથે વર્ગ-૩ના કર્મચારીઓને ટીડીઓના કામચલાઉ ધોરણે બઢતી પણ આપવામાં આવી છે. ટંકારા ટીડીઓ નાગાજણભાઈ તરખાલાની રાજકોટ ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ધોરાજી ટીડીઓ હર્ષવર્ધન જાડેજાની ટંકારા ટીડીઓ તરીકે અને તાલાલા ટીડીઓ જ્યોતિબેન બોરીચાની વાંકાનેર ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. આ સાથે કચ્છના નાયબ ચિટનીસ રિઝવાન કોંઢીયાને માળિયા ટીડીઓ તરીકે તેમજ જ્યોતિબેન પારેખને હળવદ ટીડીઓ તરીકે પ્રમોશન સાથે પોસ્ટીંગ અપાયું છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના નાયબ ચિટનીશ નિતાલીબેન ગઢવીને ગાંધીનગર વિકાસ કમિશનર ચિટનિશ તથા ગોવિંદભાઈ ચૌધરીને રાજુલા ટીડીઓ તરીકે પ્રમોશન સાથે પોસ્ટીંગ અપાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!