અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – મોરબીની રજુઆત અન્વયે પંચાયતમંત્રી જયદ્રથસિંહ પરમાર અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી પેચીદો પ્રશ્ન ઉકેલવા ભલામણ કરતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબી જિલ્લાની રચના વર્ષ -૨૦૧૩ માં થયેલ છે જેને આઠ વર્ષ જેટલો સમય થયો છે, વખતોવખત રજુઆત કરવા છતાં આજ દિન સુધી મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ રાજકોટ ખાતે અને હળવદ તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને આમરણ ચોવીસી વિસ્તારના ગામોના જામનગર ખાતે જુના જિલ્લાઓમાં હજુ સુધી ચાલતા હોય જી.પી.એફ.કપાત કરવામાં ફાઈનલ અને શિક્ષકોના સંતાનોના લગ્ન પ્રસંગે કે ઉચ્ચ અભ્યાસ માટે પાર્ટ ફાઈનલ ઉપાડમાં અને નિવૃત્તિના લાભો મેળવવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે તેમજ અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં જિલ્લા ફેર થઈને આવેલ શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ રાજકોટ ખાતે ખોલવાની ના પાડતા હોય ઘણા બધા શિક્ષકોની જી.પી.એફ. કપાત છેલ્લા ત્રણ વર્ષથી થતી ન હોય બચત થતી ન હોય ઇન્કમટેક્ષમાં મોટી રકમ ભરવી પડે છે તેમજ મોરબી કે રાજકોટ જિલ્લામાં જી.પી.એફ. એકાઉન્ટ ઓપન થતા ન હોય અન્ય જિલ્લામાંથી શિક્ષકો પોતાનું જી.પી.એફ.એકાઉન્ટ પણ તબદીલ કરી શકતા નથી, આવી અનેકાનેક મુશ્કેલીઓ હોય મોરબી જિલ્લામાં જ જી.પી.એફ. એકાઉન્ટ ઓપન કરવા માટે અથવા આ પ્રક્રિયામાં સમય લાગે એમ હોય તો જિલ્લા ફેરથી મોરબી આવેલ શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ રાજકોટ ખાતે ખોલવા માટે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજુઆત કરેલ છે.