હાલ કોરોના મહામારીમાં તહેવારોના પ્રતિબંધની સાથે અનેક ધંધાઓને પણ માઠી અસર જોવા મળી હતી ત્યારે મોરબીના ટંકારા તાલુકામાં રક્ષાબંધનના તહેવાર પર મહિલાઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવે છે જેમાં 5 હાજરથી વધુ શ્રમિકો આ રાખડી ઉદ્યોગમાં જોડાયેલા છે આ રાખડીઓ કલકતા મહારાષ્ટ્ર ઓરિસ્સા રાજસ્થાન સહિતના ભારત ભરમાં મોકલવામાં આવે છે જેમાં આ વર્ષે 40 ટકા જેટલો આ રાખડી ઉદ્યોગ પર કોરોનાની અસર જોવા મળી છે જેના લીધે મહિલાઓની રોજગારી પર સીધી અસર જોવા મળી રહી છે.
મોરબી જીલ્લામાં કોરોનાની બીજી વેવની અસર ભયાનક જોવા મળી હતી અને આ અસર લોકોના ધંધા પર પણ જોવા મળી હતી.મોરબીમાં રાજ્યમાં લાગેલા પહેલા લોકડાઉનથી જ ધંધા રોજગાર ની સ્થિતિ ભયસુચક જોવા મળી હતી જેમાં સૌથી વધુ અસર લઘુ ઉદ્યોગકારો પર જોવા મળી રહી છે.જેમાં ટંકારા ના ઇમિટેશન ના લઘુ ઉદ્યોગ પર માઠી અસર જોવા મળ્યા બાદ હવે અન્ય લઘુ ઉધોગ પર સંકટ જોવા મળી રહ્યું છે ટંકારા માં રક્ષા બંધનના તહેવાર પર રાખડીઓ બનાવવાનો લઘુ ઉદ્યોગ વિકસેલો છે જેમાં આશરે પાંચ હજારથી વધુ શ્રમિકો જોડાયેલા છે.ટંકારા પંથકમાં બનાવવામાં આવતી આ રાખડીઓ ભારત ભરમાં વહેંચવામાં આવે છે જેમાં ઓરિસ્સા, રાજસ્થાન, કલકતા,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આ રાખડીઓ મોકલવામાં આવે છે અને ત્યાંના વેપારીઓ ખીરીદી એને બજારમાં વહેંચે છે જેમાં કોરોના કાળ પહેલા 50 થી 60 લાખ રાખડીઓની નિકાસ ટંકારા થી ભારતના અન્ય રાજ્યોમાં કરવામાં આવતી હતી પરંતુ લોકડાઉન અને કોરોનાએ આ લઘુ ઉદ્યોગની કમર તોડી નાખી છે જેમાં આ વર્ષે રક્ષબંધનમાં ફક્ત 20 થી 25 લાખ રાખડીઓ માંડ માંડ વહેચાઈ છે અને એ પણ સાવ સસ્તા દરમાં વેપારીઓ દ્વારા ખરીદવામાં આવી છે.આ રાખડી બનાવવાના ઉદ્યોગમાં સૌથી વધુ મહિલાઓ જોડાયેલી છે ત્યારે મહિલાઓની રોજગારી પર સીધી અસર જોવા મળી છે.
આ રાખડી બનાવવાના ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા મહિલા ભાવિકા બેનના જણાવ્યા અનુસાર ગયા લોકડાઉન માં બેરોજગાર બેસવું પડ્યું હતું જેને લઈને મહિલાઓ ની રોજગારી પર મોટી અસર થઈ હતી ત્યારે સરકાર દ્વારા આ ગૃહ ઉધોગ ને પ્રોત્સાહન આપવામાં આવે તેવી માંગ કરી છે.સાથે જ આ ગૃહ ઉદ્યોગ માં જોડાયેલા મનસુખભાઈ ના જણાવ્યા અનુસાર બે રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધીની જુદી જુદી પચીસ જાતની રાખડીઓ બનાવવામાં આવે છે જેને ગુજરાત, કલકત્તા, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે ત્યારે મહિલાઓ સહિત પાંચ હજારથી વધુ શ્રમિકો આ રોજગારમાં જોડાયેલા છે જેના પર કોરોના કાળમાં માઠી અસર જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ ગૃહ ઉદ્યોગોને આર્થિક સહાય કરે તો નાના ગૃહ ઉદ્યોગ તેનો વ્યાપ વધારી શકે અને વધુ વળતર મેળવી શકે.