મોરબીમાં આવતા ચાર પોલીસ સ્ટેશનમાં ગુનામાં જપ્ત થયેલો રૂપિયા ૫૦ લાખ જેટલો દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથક, એ અને બી ડીવીઝન તેમજ ટંકારા પોલીસ મથકમાં છેલ્લ્લા એક વર્ષમાં જુદા જુદા ગુનામાં જે દારૂનો જથ્થો ઝડપાયો હોય તેને નાશ કરવાનો આદેશ આવ્યો હોવાથી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકા ભારાઇ, રાજ્કોટ નશા બંધી અધિક્ષક વિભાગના સીદીકી, ડેપ્યુટી કલેકટર દેવન્દ્રસિંહ ઝાલા, તાલુકા પોલીસ સ્ટેશના પી.આઈ. એમ.આર.ગોધાણીયા, બી ડીવીઝન પી.આઈ. વિરલ પટેલ ,એ ડીવીઝન પી.આઈ. અને ટંકારા ના પી.એસ.આઈ. બી.ડી.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિતમાં રફાળેશ્વર નજીક ખુલ્લી જગ્યામાં તાલુકા પોલીસ સ્ટેશનનો ૧૭ લાખનો દારૂ , એ ડીવીઝન નો ૧૪ લાખનો, ટંકારનો પોલીસ સ્ટેશનનો ૧૨.૫૦ લાખનો અને બી ડીવીઝન પોલીસ મથકનો ૫ થી વધુ લાખનો દારૂની ૧૨૬૫૫ બોટલ અને બિયરની ૫૨૪ કુલ ૧૩૨૭૭ દારૂનો જથ્થા સાથે રૂપિયા ૪૮.૮૦ લાખનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો