સ્પર્ધામાં ૨૦ વર્ષથી ઉપરના ખેલાડીઓ ભાગ લઇ શકશે
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની સિનીયર એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરેલ છે. જે અન્વયે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા મોરબી જિલ્લામાં એથ્લેટીકસ રમતની સિનિયર ભાઈઓ/બહેનો માટે ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., ૮૦૦ મી. અને ૧૫૦૦ મી. દોડ સ્પર્ધા તા.૦૪/૦૮/૨૦૨૧ ના રોજ ન્યૂએરા ગ્લોબલ સ્કુલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના સીનીયર ખેલાડીઓ પોતાના ઓરીજીનલ આધાર કાર્ડ સાથે સવારે ૦૮:૩૦ કલાકે સ્પર્ધા સ્થળે સ્વખર્ચે હાજર રહેવા તેમજ અન્ય માહિતી માટે કચેરીનો સંપર્ક નંબર ૮૪૬૯૯૨૨૯૦૫ ઉપર સંપર્ક કરવા સિનીયર કોચ જિલ્લા રમત પ્ર. શિક્ષણ કેન્દ્ર મોરબીની એક યાદીમાં જણાવાયું છે. વધુમાં આ સ્પર્ધામાં તા.૩૧/૦૭/૨૦૦૧ પહેલા જન્મેલા એટલે કે ૨૦ વર્ષથી વધુ ઉમરના ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. તેમજ કોવીડ-૧૯ ની સરકારની વખતોવખતની ગાઇડલાઇનની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.