મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે લખધીરપુર રોડ રોયલ ટચ સીરામીકની સામેના ભાગે કાચા રસ્તે નંબર GJ-36-P-9645 નબરના બાઇક પસાર થતા આ બાઇકને અટકાવીને તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫ મળી આવી હતી. આથી, પોલીસે દારૂ અને બાઇક સહિત કુલ રૂ. ૩૬,૫૦૦ના મુદૃામાલ કબ્જે કર્યો હતો અને બાઇક સવાર બે આરોપીઓ નીતીનભાઇ સોંડાભાઇ નંદેહરીયા તથાઅન્ય એકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે લખધીરપુર રોડ ધ ગ્રાન્ડ વૈભવ હોટલ સામે રોડ ઉપર મોરબી-૨ પાસેથી GJ-36-M-3348 નબરના બાઇક પર દારૂની ડિલિવરી કરવા નીકળેલા ચેતનભાઇ રમેશભાઇ ચાવડા અને ઇરફાનભાઇ રફીકભાઇ સમાને ઈંગ્લીશ બોટલો નંગ-૪ અને બાઇક અને બે એન્ડ્રોઇડ મોબાઈલ મળીને કુલ રૂ.૨૯,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દારૂની હેરાફેરીમાં અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઇ કુરેશી અને નીતીનભાઇ અરજણભાઇ શીયારના નામો ખુલતાં પોલીસે આ બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે