મોરબીના પેપરમિલ એસોસિયેશનના પ્રમુખ તરીકે કાર્યરત કિરીટભાઈ ફૂલતરીયાએ આજે પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. કિરીટભાઈ ફૂલતરીયાએ આપેલ રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે પેપરમિલ એસોસિયેશનની સ્થાપના વર્ષ ૨૩-૦૩-૨૦૧૧ ના રોજ થઇ હતી અને પ્રથમ પ્રમુખ તરીકે તેઓની નિમણુંક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે અત્યાર સુધી તેઓ કાર્યરત હતા ૯ વર્ષ જેટલો બહોળો સમય તેમને કામ કરવાની તક મળી છે તા. ૦૫ ઓગસ્ટના રોજ ટ્રાન્સપોર્ટ હડતાલને અનુલક્ષીને લેટર પેડ પર જે લખાણ આપેલ તેનો વિરોધ થયેલ હોય કિરીટભાઈએ પોતાની વિવેકબુદ્ધિ મુજબ પ્રમુખ તરીકે લખેલ જેમાં કોઈ વાંધાજનક કે કોઈ નિર્ણય લીધેલ નથી કઈ ખોટું લખીને આપ્યું નથી જે અમુક પેપરમિલ ઉદ્યોગકારોને વિરોધ છે જેથી તેઓ દિલગીરી વ્યક્ત કરી હતી અને અત્યાર સુધીના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં સહકાર મળ્યો હોય જે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો છે. અંતમાં તેઓએ આજે તા. ૦૬ ઓગસ્ટના રોજ મોરબી પેપરમિલ એસોસિયેશનના પ્રમુખ તરીકે સ્વેચ્છાએ રાજીનામું આપતા હોવાનું જણાવ્યું છે.