મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ રિઝલ્ટ અને વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા કારકિર્દી ઘડતરનું કામ કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં આજે F.Y. B.Sc માં પ્રવેશ લેનાર વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ યોજાયો. જેમાં આ વર્ષે પ્રવેશ લેનાર આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થિનીઓએ કોલેજમાં તેનો પ્રથમ પગ મૂકતાં જીવનમાં બીજાથી કંઇક અલગ જ ચીલો ચાતરીને દેશને ઉપયોગી કારકિર્દીના ઘડતરના શપથ લીધા. આ પ્રોગ્રામમાં મોટિવેશનલ સ્પીકર, કોચ અને કાઉન્સેલર એવા લક્ષ્ય અકેડમીના ડાયરેક્ટર પ્રતીકભાઇ કાછડીયાએ વિદ્યાર્થિનીઓને જીવનના લક્ષ્યને કેમ પ્રાપ્ત કરવું અને અસાધારણ વિકાસ કેમ સાધવો તેનું સચોટ ઉદાહરણ દ્વારા માર્ગદર્શન આપ્યું.
આ તકે કોલેજની ૧૨ જેટલી વિદ્યાર્થિનીઓ જેમણે યુનિવર્સિટીની પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમને દરેકને રૂ. ૧૧,૦૦૦/- ના ચેક અર્પણ કરાયા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થિનીઓને કોલેજમાં સફળ થવાની અને કોલેજકાળને યાદગાર બનાવવાની વાતોથી સમારંભનું સમાપન કર્યું. આ પ્રસંગને સફળ બનાવવામાં મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપકગણે જહેમત ઉઠાવી હતી.