Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ શ્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ૩ દીવસમાં બંધ કરવા પાલિકાની નોટીસ

હળવદ શ્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ૩ દીવસમાં બંધ કરવા પાલિકાની નોટીસ

હળવદ પાલિકા વિસ્તારમાં સરા ચોકડી નજીક આવેલ શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અનઅધિકૃત બિલ્ડીંગ વપરાશ તાત્કાલિક બંધ કરવા બાબતે નગરપાલિકાએ ત્રણ દિવસનુ અલ્ટીમેટ આપ્યુ

- Advertisement -
- Advertisement -

બી.યુ. પરમીશન અને ફાયર એનઓસી વગર ચાલતી શ્રીજી હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની સરા ચોકડી નજીક આવેલ શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પ્રવર્તમાન જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન તથા સરકાર અન્ય લાગુ પડતા નિયમો/જોગવાઈઓ મુજબ મંજુર કરેલ વિકાસ પરવાનગી મેળવ્યા સિવાય બાંધકામ કર્યા બાદ ફાયર એન.ઓ.સી. તથા બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ (બી.યુ. પરમીશન) મેળવ્યા સિવાય ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળતાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટીસ ફટકારી બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ (બી.યુ. પરમીશન) અને ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય તો તેના આધાર પુરાવા દિવસ-૩ માં અત્રેની કચેરીને રજુ કરવા જણાવાયું છે. અન્યથા બાંધકામ વિકાસ પરવાનગી, બી.યુ.પરમીશન અંગેની અને ફાયર એન.ઓ.સી. મેળવવા અંગે ગુજરાત હાઇકોર્ટ રીપીટીશન (PI) નં.૧૧૮ ઓફ ૨૦૨૦ ના તા. ૧૫/૧૨/૨૦૨૦ અને તા.૨૬/૦૨/૨૦૨૧ ના ઓરલ ઓર્ડરથી ડાયરેક્શન અન્વયે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ૨૦૧૩ અને તે હેઠળના નિયમો-૨૦૧૪ તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-૨૦૧૬ અને નેશનલ બિલ્ડીંગ કોડ-૨૦૧૬ ને ધ્યાને લઇ સરકારની પર્વતમાન જોગવાઈ મુજબ નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નિયમ વિરુદ્ધ બાંધકામ કે ફાયર એનઓસી વગરની બિલ્ડીંગનો વપરાશ આગામી ૩ દીવસોમાં બંધ કરી દેવી જો તેમ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ નોટીસનાં જવાબમાં શ્રીજી હોસ્પિટલ દ્વારા તાકીદે મંજુરી મેળવી જ્યાં મંજુરી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હોસ્પિટલ કે કોઈ પ્રકારનાં વપરાશમાં નહિ લેવામાં આવે તેની બાહેંધરી આપી હતી અને કોઈ પેનલ્ટી/ફી ભરવાપાત્ર થતી હોય તો તે ભરવા ખાતરી આપી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!