ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન આજરોજ એક સફેદ કલરની સેન્ટ્રો કાર નં. જીજે-૧૨-પી-૮૭૯૪ વાળીને રોકી તલાશી લેતા તેમાંથી ૫૬૫ લીટર દેશી દારૂ કિં.રૂ.૧૧,૩૦૦/- મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ અને કાર મળી કુલ રૂ.૨,૬૧,૩૦૦/- ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ અજય ભાણાભાઈ શિયાળ (રહે મયુરનગર સીતારામ સોસાયટી શેરી નં ૦૧ ચુનારાવાડ રાજકોટ) અને પ્રશાંત રતિલાલ જસાણી (રહે અંબિકા સોસાયટી શેરી નં ૦૪ ચુનારાવાડ રાજકોટ) એમ બે ઇસમોની અટકાયત કરી હતી. આ કેસમાં પીન્ટુભાઈ (રહે રાજકોટ) , સુનીલ કિશનભાઈ સોલંકી (રહે ચુનારાવાડ રાજકોટ) વાળાએ દેશી દારૂ ભરી આપેલ હોય અને દેશી દારૂ દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા (રહે શનાળા) અને સુરેશ ઉર્ફે સુડો લખમણ થરેસા (રહે મોરબી) વાળાને આપવાનો હોવાનું ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



 
                                    






