મોરબી જિલ્લામાં હાલ બાળકોમાં શરદી-ઉધરસનાં કેસો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે અને WHO દ્વારા પણ કોરોનાની ત્રીજી અને ભયંકર લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેવા જ સમયે મોરબી સીવીલ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત તબીબો રજા પર જતાં રહેતા બિમાર બાળકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અથવા તો રાજકોટ ખસેડવા પડે છે આસપાસના ગામડાઓ તથા માળીયા, હળવદ, વાંકાનેર, ટંકારા તાલુકાઓ માંથી બાળકોની સારવાર અર્થે આવતા લોકોનાં બાળકોને તાત્કાલિક નિદાન થતું નથી જેથી ઘણી હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ડૉક્ટરોની રજા કેન્સલ કરવા તથા તમામ ડૉક્ટરોને તાત્કાલિક ફરજ ઉપર હાજર કરવા બાબતે મોરબીનાં સામાજીક કાર્યકરો રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, ઝનક રાજા, અશોકભાઇ ખરચરીયા દ્વારા જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.