મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ. એન. રાઠોડ સહિતની પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે ભાટીયા સોસાયટીમાં મંદીર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર અમુક ઈસમો જુગાર રમે છે જેવી બાતમીના આધારે રેઈડ કરતા જાહેરમા જુગાર રમતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા, અનિલભાઇ મનસુખભાઈ કવૈયા, મુકેશભાઇ ઉર્ફે ગોગન સુરેશભાઈ કુવાર, મયુરભાઇ હેમતભાઇ સોલંકી અને લાભશંકરભાઈ રામજીભાઇ દાદલ એમ કુલ છ ઈસમોને ઝડપી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૨૭,૭૫૦ /- તથા મોબાઈલ નંગ-૫ કિ.રૂ. ૧૫૦૦૦/- એમ કુલ કિ.રૂ.૪૨,૭૫૦ /-નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરનીની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ એચ. એન. રાઠોડ, એએસઆઈ એચ.ટી.મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકી સહિતનાઓ રોકાયેલા હતાં.









