મોરબીમાં સમી સાંજે લાતીપ્લોટ ના જોન્સનગર વિસ્તારમાં ઈરાન હાજીભાઈ ખોડ પર અજાણ્યા ઈસમોએ હુમલો કરતાં ઈરાન હાજી ખોડને ગળાના ભાગે છરી લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેના ઇજાગ્રસ્ત યુવાન ઈરાન હાજીભાઈ ખોડને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું જેમાં બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવમાં એ ડિવિઝન પોલીસમથકમાં મૃતક યુવાન ઇમરાન હાજી ખોડના ભાઈ મોરબીના સામાકાંઠે અરુણોદય મિલ સામે રહેતા અસ્લમભાઇ હાજીભાઇ ખોડએ બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે તેના મોટાભાઈ ઈમરાનભાઈને કાલિકા પ્લોટમાં રહેતા દાઉદ પલેજા સાથે મિત્રતા હોય અને ઇમરાનભાઈ અવારનવાર આવતા જતા હોય તથા આરોપી ફરીદભાઈ અબ્બાસભાઈ સાઈંચાને દાઉદ સાથે માથાકૂટ ચાલતી હોય જેનો ખાર રાખી આરોપી ફરીદ અબ્બાસભાઈ સાઈંચા અને ઈમ્તિયાઝ સલીમભાઈ ભટ્ટી રહે બંને કાલિકા પ્લોટ મોરબી વાળાએ તેના ભાઈ ઇમરાનભાઈ હાજીભાઇ ખોડ લાતીપ્લોટ શેરી-૧૧ ના નાકા પાસે તાજીયાની છબીલના આયોજનમાં તેના મિત્ર સાથે ત્યારે બંને આરોપી ફરીદઅને ઈમ્તિયાઝે બાઈક અથડાવી માથાકૂટ કરી અને છાતીના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો છે આ બનાવની એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.