તંત્ર ઝડપથી કાર્યવાહી નહિ કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી
મોરબીમાં વધી રહેલા ઔધોગિક એકમની સાથે સાથે અનેક ગામમાં જમીનમાં વધી રહેલા પ્રદુષણના કારણે જ ધીમે ધીમે જમીન બિન ઉપજાઉ થઈ રહી છે. આ બાબતે મોરબીના ખેડૂતો દ્વારા તાજેતરમાં કલેક્ટરને આ આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા તેમજ જે ખેડૂતોને નુકશાન થયું છે તેનું વળતર ચૂકવવા માગણી કરવામાં આવી હતી જોકે તંત્રએ કોઈ નક્કર પગલા ન લેવામાં આવતા સોમવારે હરિપર કેરાળા ગામમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના સેક્રેટરી કે ડી બાવરવાની આગેવાની માં આસપાસના ખેડૂતોએ કાલથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું જે આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. આ અંગે ખેડૂતોએ કડક વલણ અપનાવી જ્યાં સુધી સરકાર અને તંત્ર તેમની વ્યાજબી માંગનું સમાધાન નહિ કરે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સાથે સાથે અલગ અલગ કાર્યક્રમ થકી લોકોને વધુને વધુ ઉપવાસ આંદોલનમાં જોડાવવા અપીલ કરવાની પણ તૈયારી દર્શાવી હતી