મોરબીના ગાળા, હરીપર અને કેરાળા ગામના ખેડૂતો પાક નુકશાની વળતરની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું હોય જે ઉપવાસી છાવણીની મુલાકાત લઈને પૂર્વ ધારાસભ્યએ મધ્યસ્થી કરી હતી તેમજ જીપીસીબી અધિકારીની બાહેંધરીને પગલે આંદોલન હાલ સમેટાઈ ગયુ છે
મોરબીના હરીપર, કેરાળા અને ગાળા ગામના ખેડૂતોને ફેક્ટરી પ્રદુષણને પગલે પાક નુકશાની થઇ હોય જે નુકશાની વળતરની માંગ સાથે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યા હતા અને આજે આંદોલનના ત્રીજા દિવસે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ મધ્યસ્થી કરી હતી તેમજ પ્રદુષણ વિભાગના અધિકારી વાઘેલાએ ઉપવાસી છાવણી મુલાકાત લઈને ખેડૂતોના પ્રશ્ને યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા બાહેંધરી આપી હોય જેથી ખેડૂતોએ પારણા કર્યા હતા અને આંદોલનનો સુખદ અંત આવ્યો હતો