Thursday, January 2, 2025
HomeGujaratમોરબીમાં અધધધ... રૂપિયા 30 હજારના ભાવે સ્કવેર ફૂટના સોદા ! મોરબીના ઇતિહાસ...

મોરબીમાં અધધધ… રૂપિયા 30 હજારના ભાવે સ્કવેર ફૂટના સોદા ! મોરબીના ઇતિહાસ નો 140 કરોડનો સૌથી મોટો સોદો 

મોરબીમાં અધધધ… રૂપિયા 30 હજારના ભાવે સ્કવેર ફૂટના સોદા ! મોરબીના ઇતિહાસ નો 140 કરોડનો સૌથી મોટો સોદો 

- Advertisement -
- Advertisement -

પાર્ટી પ્લોટનો રૂપિયા એકસો ચાલીસ કરોડમાં ઐતિહાસિક સોદો પડયા બાદ જમીનના ભાવમાં તોતિંગ ઉછાળો

મોરબી : મોરબીમાં એક પાર્ટીપ્લોટનો રૂપિયા 140 કરોડમાં ઐતિહાસિક સોદો થયા બાદ જમીનના ભાવમાં અમદાવાદ, મુંબઈ જેવા મહાનગરને પણ ટક્કર મારે એવો ઉછાળો આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જમીનના આ ઐતિહાસિક સોદા બાદ અહીં કોમર્શિયલ બાંધકામ શરૂ થયા પહેલા જ 30 હજાર રૂપિયા સ્કવેર ફૂટના ભાવ બજારમાં આવ્યા છે ત્યારે જો ઇન્કમટેક્સ વિભાગ આ વિક્રમી સોદાની તપાસ કરે તો અનેક રહસ્યો ઉજાગર થાય તેમ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી એક વિશાળ પાર્ટી પ્લોટનો અધધધ 140 કરોડમાં ઐતિહાસિક સોદો પડ્યો હોવાનું જગજાહેર છે ત્યારે આ પ્રોપર્ટી માં મોટાપાયે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવા ઓછી કિંમત આંકી દસ્તાવેજ કરવા પ્રક્રિયા તજવીજ ચાલી રહી છે અને હાલમાં આ પ્રોપર્ટીની હક્ક પત્રકમાં નોંધ માટે પણ ગોઠવણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મજાની વાત તો એ છે કે અહીં નિર્માણ થનાર કોમર્શિયલ પ્રોપર્ટી માટે અત્યારથી જ ભારે ડિમાન્ડ નીકળી છે અને રૂ.25 હજારથી લઈ 30 હજાર રૂપિયે ફૂટ જમીનના ભાવ કાઢવામાં આવ્યા છે.

મોરબીના આ ઇતિહાસી સોદામાં નાના નાના દલાલથી લઈ મોટામાથાઓ પણ ભાગીદારી કરી છે પરંતુ કરોડોના સોદામાં ઇન્કમટેક્સ વિભાગ કઈ જાણતું જ ન હોય તેમ ચૂપ બેઠું છે જો કે નગરપાલિકાથી લઈ પંચાયત સુધીના પદાધિકારીઓની નજર પણ આ સોદા ઉપર હોવાનું બહાર આવ્યું છે અને જમીન રવાપરની હોય ગ્રામ પંચાયતના કસબીઓ પણ મોકાની તલાસમાં હોવાનું જમીનના સોદાગરો જણાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!