ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નેજા હેઠળ ધારાસભ્યોનું એક ડેલીગેશન એક ભારત શ્રેષ્ઠ ભારત હેતુસર છતીસગઢ રાજ્યના સ્ટડી ટુર અર્થે જઈ રહ્યું છે જેમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો પણ સમાવેશ કરાયો છે
ડેલીગેશન છતીસગઢના વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતાઓ તેમજ અન્ય પડદીકારી અને અધિકારીઓને મળીને ગુજરાતની એસેમ્બલી સિસ્ટમની એક નવી પહેલની છતીસગઢ રાજ્યના જાણકારી આપશે તેમજ છતીસગઢ રાજ્ય સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સંસ્કૃતિ, વહીવટ, સંસદીય બાબતો અને સામાજિક વિવિધતા જેવી બાબતોનું આદાન પ્રદાન કરાશે
ગુજરાત વિધાનસભાના ડેલીગેશનને છતીસગઢ સરકારે સ્ટેટ ગેસ્ટ ગણીને ડેલીગેશનને બહુમાન આપ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સ્ટડી ટુર યોજાયેલ છે જેમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ કરીને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે મોરબીનું ગૌરવ વધાર્યું છે