નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ
છોટી કાશી એટલે હળવદ સમગ્ર દિવસ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી થઇ હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયો હતુ. રાત્રીના ૧૨ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી નારા સાથે હરિભક્તોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. મંદિરમાં આરતી પૂજા અર્ચન સહિત ધાર્મિક વિધિ સાથે કન્હાના વધામણા કરવામાં આવ્યા હતા.હળવદમાં સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.
જન્માષ્ટમીના પાવન પર્વ નો શાનદાર રીતે કૃષ્ણ જન્મોત્સવ મંદિરના મહંતસ્વામીપ.પુ.શા.ભક્તિનંદનદાસજી સ્વામીની આગેવાનીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ ભગવાન નું સુંદર પારણીયુ શણગારીને, ભગવાનનો પરંપરાગત પહેરવેશ પહેરાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભજન કીર્તન સાથે કરવામાં આવી હતી.