Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેરમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરને પકડવા ગયેલી પોલીસે 200બોટલ ઝડપી

વાંકાનેરમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરને પકડવા ગયેલી પોલીસે 200બોટલ ઝડપી

વાંકાનેરના વઘાસિયા ગામે આરોપીની તલાશમાં ગયેલ પોલીસનો ધક્કો સફળ
અન્ય એક આરોપીનું નામ ખુલ્યું

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ સબ ઇન્સપેકટર બી.ડી જાડેજા તથા એ.એસ.આઈ હીરાભાઇ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો કોન્સ. કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી તથા પો.કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પોલીસની ફરજમાં રુકાવટ કરી હુમલો કરનાર આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા રહે. બંને વધાસીયા વાળાને ઝડપી લેવા કોમ્બિગમાં હાથ ધર્યું હતું.

જે દરમિયાન પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા ને બાતમી મળેલ કે બન્ને આરોપીઓ વઘાસીયા ગામની સીમમાં લીલાધરી જવાના રસ્તે ભગીરથસિંહ રઘુભા ઝાલા રહે. વધાસીયા તા.વાંકાનેર જી મોરબી વાળાના ખુલ્લા વંડામાં છુપાયેલ છે જે હકીકત આધારે તાત્કાલીક પોલીસ સ્ટાફ સાથે પહોંયતા કોઇ હાજર મળી આવેલ નહીં બાદ વંડા તપાસ કરતા વંડાની એક તરફના ખુણામાં માટીના ઢગલા નીચે ભારતિય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ હરીયાણા લખેલ ૭૫૦ મી.લીની કાચની કંપની શીલ પેક બોટલો ૨૧૮, કિંમત રૂપિયા ૮૧,૭૫૦નો મુદામાલ મળી આવ્યો હતો.

આ મામલે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી અન્યનું નામ ખુલતા ભગીરથસિંહ રઘુભા ઝાલાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!