Wednesday, October 30, 2024
HomeGujaratપ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના -2.0" નો લાભ લેવા મોરબીની જાહેર જનતાને અનુરોધ

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના -2.0″ નો લાભ લેવા મોરબીની જાહેર જનતાને અનુરોધ

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત માન.પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” નું અમલીકરણ શરૂ કરાયેલ હોય મોરબી જિલ્લામાં અંત્યોદય યોજના અને બીપીએલ યોજના હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને નજીકની ગેસ એજન્સીમાં આધાર-પુરાવા જમા કરાવવા ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપપરાએ અનુરોધ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપાપરાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર રાજ્યને “કેરોસીન મુકત” કરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં આ માટે “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત મોરબી જિલ્લાના અંત્યોદય તથા બીપીએલ કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલીજી ગેસ કનેકશનનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમની નજીકની ગેસ એજન્સીમાં વહેલા તે પહેલાના ધોરણે જમા કરાવવા અને મોરબી જિલ્લાને “કેરોસીન મુકત” જિલ્લો બનાવવા માટે અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!