મોરબીની સિવિલ હોસ્પિટલમાં ડો. મિહિર હોથીની નિમણુક કરાઈ છે જે દૂરબીનથી આધુનિક ઓપરેશન કરશે અને મોરબીવાસીઓની સુવિધામાં વધારો થશે તેઓ હાલ કોન્ટ્રાકટ બેઝ પણ નિમણુક કરી છે જેથી વિવિધ ઓપરેશન અને દર્દીઓની સારવાર વિનામૂલ્યે થશે ઉપરાંત જનરલ સર્જન તરીકે વિમલભાઈ દેત્રોજા પણ ફરજ બજાવતા હોય જેઓ પથરી, ભગંદર, એપેન્ડીકસ સહિતના દર માસે 50 થી વધુ ઓપરેશન કરવામાં આવે છે. હાલ છેલ્લા ત્રણ માસમાં 150 થી પણ વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે
ત્યારે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા, અશોક ખરછરીયા સહિતનાઓએ ડોક્ટરોની નિમણુકને આવકારી છે અને હજુ ચામડીના ડોક્ટરની જગ્યા ખાલી હોય જે નિમણુક વહેલી તકે કરવા માંગ કરી છે ઉપરાંત સોનોગ્રાફી મશીન પણ ઘણા સમયથી બંધ હોય જે ચાલુ કરી ગરીબ દર્દીઓને રાહત આપવા માંગ કરાઈ છે