મોરબી બી ડીવીઝન વિસ્તારમાં સીરામીક ઉદ્યોગ તેમજ નેશનલ હાઇવે ને લઈને ભારે વાહનોની અવર જવર વધુ રહે છે ત્યારે અકસ્માત ના બનાવો પણ વધી રહ્યા છે
જેમાં ભારે વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ કે આડેધડ વાહન ચલાવતા હોવાથી આવા ટ્રાફિક અને અકસ્માત ના બનાવો બને છે ત્યારે મોરબી એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચના હેઠળ બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ સાહિતની ટિમ દ્વારા આવા વાહન ચાલકો સામે આજે ડ્રાંઇવ યોજી કાર્યવાહી કરાઈ હતી જેમાં હાઈવે પર આડેધડ પાર્ક કરી ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા પેસેન્જર ભરવામાં આવી રહ્યા હતા જેને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો આ સાથે જ અનેક ટ્રક ચાલકો ગફલત ભરી રીતે અને રોંગ સાઈડ તેમજ ટ્રાફિક નિયમોના ભંગ કરતા નજરે પડ્યા હતા જેમાં આવા પંદર કરતા પણ વધુ વાહનો સામે કડક કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી કરી છે જો કે એક પછી એક વાહન પોલીસમથકે લઈ આવતાં સંચાલકો લાગતા વળગતા ના ફોન રણકવા લાગ્યા હતા જો કે આમ છતાં પોલીસે તમામ વાહનો સામે શિસ્ત બદ્ધ કાર્યવાહી ચાલુ રાખી હતી સાથે જ તમામ વાહનચાલકો ને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચના પણ પીઆઇ વિરલ પટેલ દ્વારા આપવામાં આવી છે.