વાંકાનેર તાલુકાના જાલીડા ગામેં આવેલા પિક અપ બસ સ્ટેન્ડમાં પરિણીતાએ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી મોત મીઠું કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે.
બનાવની વિગત મુજબ જાલીડા ગામના હાઇવે ઉપર આવેલ પીકઅપ બસ સ્ટેન્ડમાં ભાવુબેન રાકેશભાઇ દિનેશભાઇ કોળી (ઉવ-૨૮)રહે. હાલ કાનપુર તા.સાયલા જી.સુરેન્દ્રનગરએ અગમ્ય કારણથી ઝેરી દવા પી જતા ભાવુબેનનું મોત નીપજ્યું છે. આ અંગેની દિનેશભાઇ કાળુભાઇ કોળી (ઉવ-૨૭) રહે.ચીરોડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ફોન મારફતે જાણ કરી હતી. વધુમાં ભાવુબેન રાકેશભાઇને મહેભાઇ હિરાભાઇ કોળી રહે. કાનપુર તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા સામે પ્રેમસંબંધ હોય જેની જાણ કરતા પોલીસ દ્વારા અ.મોત દાખલ કરી આગળની તપાસ ASI પી.ડી.જાડેજા, પ્રુથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સને સોંપાઈ છે.