મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક નવા બની રહેલા ઓવરબ્રિજ નજીક મમુ દાઢીની ફિલ્મી ઢબે હત્યા નિપજાવી હતી મમુ દાઢીને રોકવાથી લઈને જગ્યા સુધી કરાયો હતો પ્રિ પ્લાન ? તેર શખ્સો દ્વારા અંધાધૂંધ ફાયરીંગ કરી મમુ દાઢીનું કાસળ કાઢ્યું : જુદા જુદા ત્રણ ગ્રુપના સભ્યો એકઠાં થઈ મમુ દાઢીની હત્યાનો પ્લાન ઘડાયો હતો.
મોરબીના અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં તેર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ : જૂની અદાવતનો ખાર રાખી પ્રી પ્લાન થી હત્યા કરાઈ ગઈકાલે સાંજે મોરબીમાં કુખ્યાત હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી સહિતના પાંચ ઈસમો પર અચાનક ફાયરિંગ કરી અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા : ત્રણ ગ્રુપના માણસોએ એકઠા થઈ હત્યાને અંજામ આપ્યો.
મોરબીના ભક્તિનગર બાયપાસ નજીક આવેલ નવા સીટી મોલ પાસે જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં પીસ્તોલ સહિતના હથિયારોમાંથી અંધાધૂંધ ફાયરિંગની આ ઘટનામાં નામચીન મમુ દાઢનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતુ. આ લોહિયાળ ઘટનામાં 13 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને પગલે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક સીટી મોલ નજીકનચકચાર મચાવતી ફાયરિંગની ઘટનામાં મૃતક હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢીના પુત્ર મકબુલ મહમહનિફ કાસમાણીએ ફરીયાદ નોંધાવી છે કે બોલેરો અને સ્વીફ્ટ એમ જુદી જુદીબબે કારમાં આવેલા તેર જેટલા શખ્સોએ તેના પિતા હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી,આરીફ,ઈમ્તિયાઝ ભાન કચ્છ વાળા,કાદિર,યાસીન,મહમદ નકુમ સહિતના ફોર્ચ્યુનર કાર GJ 17 BN 7777 લઈને રાજકોટ થી મોરબી આવી રહ્યા હતા ત્યારે નવા ઓવરબ્રિજ પાસે ના નવા સીટી મોલ પાસે એક બોલેરો કાર રોડ વચ્ચે ઉભી હતી જેથી તેના પિતા મમુ દાઢીએ તેની ફોર્ચ્યુનર કાર બ્રેક કરી ઉભી રાખી હતી અને એ જ અરસામાં બીજી સફેદ સ્વીફ્ટ કાર GJ 36 AC 7867માં અચાનક આવી ફોર્ચ્યુનર કારની બાજુમાં ઉભી રાખીને કાલિકા પ્લોટમાં રહેતા ઈમરાન ઉર્ફે બોટલ ચાનીયા,આરીફ ગુલામભાઈ મીર,રિયાઝ મેમણ,ઇસ્માઇલ યરમામદ બ્લોચ સાહિતનાએ પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી ફાયરિંગ જ્યારે રમીઝ ચાનીયા,ઈરફાન યરમામદ બ્લોચ,મકસુંદ સમાં,એજાજ ચાનિયા અને બીજા ચાર અજાણ્યા માણસો ધોકા પાઇપ લઈને ગાડી ફરતે ઉભા રહી ગયા હતા અને રિયાઝ ,આરીફ ,ઇસ્માઇલ સહિતના હાથોમાં પણ પીસ્ટલ હતી જેમાં મમુ દાઢી કાંઈ સમજે વિચારે એ પહેલાં જ ઇમરાન ધડાધડ ફાયરિંગ કરવા લાગતા કારમાં સવાર અન્ય ત્રણ ઈસમો નીચે બેસી ગયા હતા અને ઈમ્તિયાઝ ભાન ફોર્ચ્યુનર કારમાંથી ઉતરી જીવ બચાવવા નાસી ભાગી છૂટ્યા હતા બાદમાં આ ઘટનાની જાણ થતાં તમામ લોકો ક્રિષ્ના હોસ્પિટલ પહોચતા ઘટના સ્થળે હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢીનું સારવાર મળે એ પહેલાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.
જેમાં આ સમગ્ર બનાવની શરૂઆત અને કારણ ફરિયાદ માં નોંધાવ્યા મુજબ જોઈએ તો નવ માસ પહેલા ખાટકી વાસમાં બાઈક અથડાવા બાબતે થયેલી માથાકૂટ મામલે થયેલી હતી જેમાં મમુ દાઢી ના ભત્રીજા અને સામા પક્ષે રફીક રજાક માંડવીયા ના પુત્રનું મોત થયું હતું અને બન્ને પક્ષઓએ સામે સામે ફરિયાદ નોંધાવી હતી બન્ને પક્ષ થોડા સમય પૂર્વે જ જેલમાંથી જામીન પર છૂટ્યા હતા અને જૂનો ખટરાગ ચાલતો હતો એ સીવાય મકરાણી વાસમાં રહેતા ઈસ્માઈલ યાર મામદ બ્લોચ પણ મમુ દાઢીની સબંધી ની દીકરીને ભગાડી ગયો હોય ભૂતકાળમાં આ મામલે માથાકુટ થયેલી હતી જે હજુ ચાલતી હતી તો સાથે સાથે કાલિકા પ્લોટ માં રહેતા આરીફ મીરને મમુ દાઢી સાથે તેના ભાઈ મુસ્તાક ની હત્યા નિપજવાનાર હિતુભા ઝાલા સાથે સારા સબન્ધ હોવાથી હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી કણા ની જેમ ખટકતો હતો તો ઇમરાન ઉર્ફે બોટલને પણ મમુ દાઢી સાથે ધંધાની દુશ્મનાવટ હોય તે પણ મમુ દાઢીનું કાસળ કાઢી નાખવાની ફિરાક માં હતો ત્યારે ગઈકાલે રફીક રજાકભાઈ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનિયા, આરીફ ગુલામભાઈ મીર, ઇસ્લમાઇલ યારમાંમદ બલોચ, રીયાઝ રજાકભાઈ ડોસાણી , ઈરફાન યારમાંમાંમ્દ બલોચ, રમીજ હુસેનભાઈ ચાનિયા, મકસુદ ગફુરભાઈ સમાં, એઝાઝ આમદભાઈ ચાનિયા અને ચાર અજાણ્યા ઈસમો સહિત ૧૩ શખ્સોએ સાથે મળી મમુ દાઢીનું કાસળ કાઢી નાખવા પ્રિ પ્લાન ઘડ્યો હતો જેમાં કાલિકા પ્લોટ,મકરાણી વાસ,ખાટકી વાસમાં રહેતા જુદા જુદા ત્રણ ગ્રુપના લીડરોએ ભેગા મળી મમુ દાઢી પર આડેધડ ફાયરિંગ કરી હત્યાને અંજામ આપ્યો હતો પોલીસે મૃતક હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુ દાઢીના પુત્રની ફરિયાદ પરથી ઉપરોક્ત તમામ તેર ઈસમો વિરુદ્ધ ૧૪૩,૧૪૮,૧૪૯,૧૨૦બી,૩૦૨,૩૦૭,૩૨૩,૩૪૧,૪૨૭,૩૪ આર્મ્સ એકટની કલમ ૨૫(૧૧ બી)એ,૨૭ તથા જીપીએકટની કલમ ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધી સ્થળ પરથી બોલેરો કાર અને કાર્તિસ ના ખાલી ખોખા કબ્જે કરી ઉપરોક્ત તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે આ હત્યામાં મૃત્યુ પામનાર હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી પર પણ ભૂતકાળમાં હત્યા સહિતના ગુનાઓનો ઇતિહાસ છે તો બીજી બાજુ સામેના પક્ષે પણ જુદ જુદા જૂથના વ્યક્તિઓએ એકઠા થઇ આ મમુ દાઢીની હત્યાનો પ્રિ પ્લાન ઘડ્યો હતો કેમ કે એ લોકોને ખ્યાલ હતો કે જો હનીફ ઉર્ફે મમુ દાઢી બચી ગયો તો તેઓને બચવા કોઈ જ રસ્તો રહેશે નહીં જેથી તેનું મોત થાય એ જરૂરી હતું એ માટે બનાવ સ્થળની જગ્યા પણ આરોપીઓએ એ રીતની પસંદ કરી છે જેમાથી મમુ દાઢી બચીને ભાગી શકે નહીં ત્યારે આ હત્યા ચકચારી માનવામાં આવી રહી છે સાથે જ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના સુપરવીઝનમાં સવાર સુધી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ગોઠવી દીધુ હતું અને તમામ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે તો બીજી બાજુ એ ડીવીઝન પીઆઇ,સર્વેલન્સ પીએસઆઈ એસ એમ રાણા એલસીબી પીઆઇ વી બી જાડેજા સહિતની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડી આરોપીઓના ઘર અને રહેણાક વિસ્તારમાં દરોડા પાડી આરોપીઓને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.