Saturday, October 5, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોરબીમાં ખેડૂતોના ધરણા

મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોરબીમાં ખેડૂતોના ધરણા

ભારતીય કિસાન સંઘ દ્વારા પોષણક્ષમ ભાવની માંગને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ અને દેખાવોનું રણશીંગુ ફૂંકાયું હતું જેને પગલે આજે મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા કરવામાં આવ્યા હતા. આ તકે ખેડૂતોએ સરકાર સામે આકરા સુત્રોચ્ચાર કર્યા હતાં.

- Advertisement -
- Advertisement -

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના ફાયદા માટે પડતર કિંમતના આધાર પર પોષણક્ષમ ભાવની માગણી સાથે સરકાર સામે બાયો ચડાવી તા.8મી સપ્ટેમ્બરે દેશભરમાં ધરણા, આવેદનપત્રો સહિતના કાર્યક્રમો તેમજ આશ્ચર્યજનક દેખાવો અંગે આયોજન ઘડાયા હતા જેને પગલે આજે મોરબી જિલ્લાના ખેડૂતોએ મોરબી કલેક્ટર કચેરીમાં ધરણા કર્યા હતા. મોટી સંખ્યા ખેડૂતોએ એકઠા થઈ પૂરતા પોષણક્ષમ ભાવો મળે તેવી માંગણી કરી હતી. મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કરવામાં આવેલા આ ધરણમાં ખેડૂતોએ આકરા પાણીએ થઈ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!