મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ માળીયા (મીં) તાલુકામા 28 લાખના ખર્ચે અનેક વિકાસ કામોને મંજૂર કરાવવા માટે કરેલી મહેનત રંગ લાવી છે. વિકાસ કામોને મંજૂરી મળતા લોકોની સુવિધામાં વધારો થશે આથી વિસ્તરવાસીઓમાં ખુશી છવાઈ છે.
મોરબી તાલુકાના ઘાંટીવા ગામે હાલનુ ગ્રામ પંચાયતનું મકાન નાનું અને અગવડતાભર્યું હોય ગામની વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખી નવું હોવાનું ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને ધ્યાને આવતા આ કામ મંજૂર કરવા તેમજ વવાણિયા ગામે પંચાયતનું મકાન જર્જરિત હોય જેને નવું રૂપ આપી મકાન બાંધવા જિલ્લા પંચાયત મારફત વિકાસ કમિશ્નર અને પંચાયત વિભાગમાં દરખાસ્ત મોકલેલી જેનું સતત ફોલોઅપ કરી ધારાસભ્યએ જૂના ધાંટીલા માટે રૂ.૧૪ લાખ અને વવાણિયા માટે પણ રૂ. ૧૪ લાખના ગ્રામ પંચાયતના મકાનો મંજૂર કરાવ્યા છે. આ માટે ધારાસભ્યએ પંચાયત મંત્રી જયદ્રતસિંહ પરમાર અને નાયબ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીનો ગ્રામજનો વતી આભાર માન્યો છે. આમ, જૂના ઘાંટવા અને વવાણિયા ગામની લાંબા સમયની પંચાયતના નવા મકાનો મળવા માટેની જે માંગણી હતી તે મંજુર કરાવવા
ધારાસભ્યની મહેનત રંગ લાવી છે. આ સફળતાને માળીયા મીં) તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રીઓએ આવકારી ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા છે.