વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તા. ૧૦-૦૯-નિમિત્તે યુવાનોમા આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ આવે તે માટે ડિસ્ટ્રીટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ગુલાબબેન જમનાદાસ શેઠ કોમર્સ કોલેજ,મોરબીના આંગણે વ્યાખ્યાંનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની જમનાદાસ શેઠ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા વ્યાખ્યાનમાં કોલેજનાં પ્રીન્સિપલ ગરમોરાભાઈ સહિતનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા. આ પ્રોગ્રામનું આયોજન હોસ્પીટલમા કાર્ય કરતા માનસીક રોગ વિભાગમા ફરજ બજાવતા દિવ્યા ગોહેલ (કિલીનિકલ સાયકોલોજિસ્ટ) અને હિતેશ પોપટાણી (સાયકાટ્રિક સોશ્યલ વર્કર) તેમજ ગામી ભાઇ દ્રારા કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.