Wednesday, October 30, 2024
HomeGujaratકાર માંથી 204 બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

કાર માંથી 204 બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

માળીયા મીયાણા પોલીસ સ્ટાફ દ્વારા માળીયા મીયાણા દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ પર મહીન્દ્રા વેરીટો કારમા ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ એક શંકાસ્પદ મહીન્દ્રા વેરીટો કારને અટકાવી તલાસી લેતા કારમાંથી દારૂની મેકડોવેલ્સ નં.1 વ્હી્કી ૭૫૦ એમ.એલ.ની ૨૦૪ બોટલનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે રૂપિયા ૭૬,૫૦૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપી મનોજભાઇ જેસીંગભાઇ બાવળફાડ (ઉ.વ ૨૭) ધંધો કડીયાકામ રહે. રાજકોટ, જગલેશ્વર મેઇન રોડ રાધેક્રીષ્ના સોસાયટી શેરી ન-ાં ૧૦ રાજકોટ વાળાને મહીન્સદ્રા વેરીટો કાર નંબર GJ-03-EC-8121 જેની કિંમત રૂપિયા રૂ.૧,૦૦,૦૦૦ સાથેના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. જ્યારે અન્ય એક શખ્સ ધમેશભાઇ ઉફે બબલુ કાનુભા વાઘેલા રહ-ેરાજકોટ જગ્લેશ્વર ધનલકાંઠ પાકક પાછળ ગાંધી સોસાયટી વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!