Wednesday, October 30, 2024
HomeGujaratટંકારાના નેસડા ખાનપર ગામે શ્રમિક પરિવારના બાળકનું પાણીના વોકળામાં ડૂબી જતાં મોત

ટંકારાના નેસડા ખાનપર ગામે શ્રમિક પરિવારના બાળકનું પાણીના વોકળામાં ડૂબી જતાં મોત

મોરબી : ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે આદિવાસી ખેત મજૂરના 8 વર્ષના નિર્દોષ બાળકનું અકસ્માતે પાણીના વોકળામાં પડી જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે આદિવાસી પરિવાર ખેત મજૂરી કરી પોતાનું પેટિયું રળતો હતો. ત્યારે આ પરિવારનો દિપક ખેલુંભાઈ અજતાર (ઉ.વ.08)નામનો બાળક તેના ઘરની પાછળ આવેલા પાણીના વોકળામાં અકસ્માતે પડી ગયો હતો. જે અંગેની પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા બાળકનું મોત નીપજ્યું હોવાનું ડોકટરે જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!