મોરબી: અમદાવાદ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાતની પ્રાંત કારોબારી બેઠક યોજાઈ હતી. આ અવસરે મોરબી જિલ્લાના શિક્ષકોના 32 જેટલા પડતર પ્રશ્નો જિલ્લાની ટિમ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
ડો.હેડગેવાર ભવન અમદાવાદ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબીના દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી, પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી તેમજ રાજુભાઈ ગોહિલ સંગઠન મંત્રી હળવદ સાહિતનાઓએ કારોબારીમાં હાજર રહી મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના 32 જેટલા પ્રશ્નો ભારપૂર્વક પ્રશ્નો રજુ કર્યા હતા. શીર્ષ નેતૃત્વ દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા માટે પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળે ખાત્રી આપી હતી. કારોબારીમાજૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ ઉઠવાઈ હતી. વધુમા વિદ્યા સહાયકોને આપેલ ખાસ રજા SPL,બોન્ડ વાળા શિક્ષકોના બોન્ડ રિમુવ કરવા, સાતમા પગાર પંચ મુજબ તમામ ભથ્થાઓ મંજુર કરવા, આંતરિક,તાલુકા – જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકોને 100 % છુટા કરવા, નવ રચિત જિલ્લાના જી.પી. એફ.એકાઉન્ટ જે તે જિલ્લામાં જ ઓપન કરી ટ્રાન્સફર કરવા, શાળા કક્ષાએ સફાઈ કામદાર રાખેલ છે પણ છેલ્લા બે વર્ષથી શાળા સ્વચ્છતાની ગ્રાન્ટ મળતી નથી એ મંજૂર કરાવવાની પણ રાજુઆત કરવામા આવી હતી.
આ ઉપરાંત એકમ કસોટીના પેપર ઝેરોક્ષ તેમજ જુરૂરી સાહિત્ય, પાઠ્યપુસ્તકોની હેરફેર વગેરે માટે ખુબજ ખર્ચ થાય છે પણ છેલ્લા બે વર્ષથી કન્ટીજન્સી ગ્રાન્ટ મળતી નથી એ મંજુર કરાવવા, HTAT આચાર્યોને એક વધુ ઈજાફો મંજુર કરાવવા HTAT આચાર્યને કે.નિ. શિક્ષણની બઢતી કે ચાર્જ માટે સિદ્ધિ ભરતીવાળા માટે હુકમની તારીખ,મેરીટ જોવું અને બઢતી વાળાને ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવા, કે.ની.ટી.પી.ઈ.ઓ.જેવી વર્ગ – ૨ ની સ્પર્ધાત્મક અને ખાતાકીય પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકો, મુખ્ય શિક્ષકોને પરીક્ષામાં બેસવા દેવા અને ભરતી માટે યોગ્ય ગણવા, ઉ.પ.ધો. માટે SAS પોર્ટલ કે અન્ય ઓનલાઈન સિસ્ટમ દ્વારા ઓનલાઈન મંજુર કરાવવા, બી.એલ.ઓ.જેવી શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત કરાવવા તેમજ સી.પી.એડ.ડી.પી.એડ. શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિકમાં સમાવવા અને ધો.૧ થી ૫ ની શાળાઓમાં ઈન્ટરનેટની ગ્રાન્ટ તથા કમ્પ્યુટર ફાળવવા સહિતના પ્રસનોની રજુઆત કરાઈ હતી.