રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અચાનક જ રાજીનામું ધરી દેતા રાજકારણ માં ગરમાવો ઉભો કરી દીધો છે જેમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે જ ગુજરાતના મુખ્યમંત્રી વીજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.જેમાં ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીને લઈને કોઈ ચાન્સ લેવા માંગતી ન હોય તેવી રીતે આજે અચાનક CM વિજય રૂપાણી ના રાજીનામાંથી રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.વિજય રૂપાણીએ કયા કારણથી શા માટે રાજીનામું ધરી દીધું તેનું હજુ સત્તાવર કારણ બહાર આવ્યું નથી પરંતુ જે રીતે રૂપાણી એ અચાનક જ રાજીનામું ધરી દીધું છે જેથી હવે નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવશે તે માટે અનેક સવાલો પ્રજા અને રાજકીય વિશ્લેષકો માં ચર્ચાનો વિષય બન્યો છે આજે વીજય રૂપાણી પ્રદિપસિહ જાડેજા,મનસુખ માન્ડવીયા, પરસોત્તમ રૂપાલા, ડે. સીએમ નીતિન પટેલ સહિતના આગેવાનોને સાથે રાખી રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીને પોતાનું રાજીનામું સત્તાવાર રીતે આપી દીધું છે તો બીજી બાજુ નવ મુખ્યમંત્રી ની હરોળ મનસુખ માન્ડવીયા, પરસોતમ રૂપાલા,ગોરધન ઝડફિયા,સી.આર.પાટીલ,નીતિન પટેલ ના નામો હાલ ચર્ચામાં છે આ સાથે જ નવા CM ની સાથે સાથે નવા મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે આ નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શિક્ષણમંત્રીની જવાબદારી સોપાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે જો કે આ સાથે ગૃહમંત્રી, મહેસુલ મંત્રી,મીઠા ઉદ્યોગના મંત્રી,મત્સ્ય ઉદ્યોગ મંત્રી ,વાહનવ્યવહાર અને માર્ગ મંત્રી તેમજ વીજ અને પુરવઠા વિભાગના મંત્રી સહિત અનેક મંત્રીપદોમાં પણ મોટા ફેરફાર થાય અને નવા ચહેરા આગામી ચૂંટણીઓ નેંધ્યાનમાં લઈને ઉતારવામાં આવે તેવી શકયતાઓ હાલ સેવાઇ રહી છે.હાલ રાજયના મુખ્યમંત્રી એ ચાલુ સરકારમાં રાજીનામું આપી દીધું હોય તેવી ઘટનાથી રાજ્ય ભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.