મોરબી ખાતે યોજાયેલ લોક અદાલતમાં 2214 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર મોરબી જિલ્લાની તમામ અદલાતોમાં આજે નેશનલ લોક અદલાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સમાધાનરૂપ ફોજદારી કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી આજની લોક અદાલતમા કુલ 1903 પેન્ડીંગ કેસો અને 311 પ્રી લિટિગેશન કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આજની લોક અદાલતમાં 4,06,59,824.00ની રકમના કેસમાં માંડવાળ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પક્ષકારોને ઝડપથી ન્યાય મળી શકે અને નાગરિકોને આર્થિક નુકશાની અને સમયનો પણ બચાવ થઈ શકે તે ઉદ્દેશથી યોજાયેલી લોક અદાલતમાં કુલ 2214 જેટલા કેસોનો નિકાલ કરાયો હતો.