ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો થાય તેવા સંકેતો સાંપડી ગયા છે ત્યારે હવે વિજય રૂપાણીના સ્થાને રાજ્યના નવા મુખ્યમંત્રી ના નેતૃ્ત્વમાં 2022ની ચૂંટણી લડાશે જો કે ચૂંટણી જીતવા માટે સામાજીક જ્ઞાતિવાદના સમિકરણોને ધ્યાને રાખીને ભાજપ આ વખતે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસુ ડાયરીમાં નામ નોંધાવતા પ્રદિપસિંહ જાડેજાને નાયબ મુખ્યમંત્રી નો તાજ સોંપે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.
નરેન્દ્ર મોદી- અમીત શાહના વિશ્વાસુ ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીના રાજીનામાં બાદ રાજકીય ક્ષેત્રે થઈ રહેલી ચર્ચા મુજબ ભાજપ હવે પાટીદારની સાથેસાથે ઓબીસી અને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા પણ ઈચ્છે છે જેના ભાગરૂપે જ હાલના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પ્રમોશન આપીને ગુજરાતના ડે. સીએમ નો તાજ આપી શકે છે. ગુજરાતના ગૃહપ્રધાન તરીકે પ્રદિપસિંહ જાડેજાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર જાળવી રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો વિશ્વાસ જીત્યો છે.
મૂળ મોરબી જીલ્લાના માળિયા મી.તાલુકાના બહાદૂરગઢ ગામના વતની અને હાલ વટવા નારોલથી ચૂંટણી લડતા પ્રદીપસિંહ જાડેજા કુશળ નેતૃત્વ ધરાવે છે રાજકીય કારકિર્દી
ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની સારી કામગીરીથી પ્રદિપસિંહ જાડેજાની પ્રતિભા રાજ્યસ્તરે ઝળકી ઉઠી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1995થી કોર્પોરેટર તરીકે પણ સારી કામગીરી બજાવી હતી. પ્રદિપસિંહ જાડેજા ગુજરાત વિધાનસભામાં 2002થી સતત ચૂંટાઈ આવે છે. 2002માં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક ( નવા સિમાંકન મુજબ આ બેઠક હવે અનુસુચિત જાતિ માટે અનામત થઈ છે ) પરથી જીત્યા હતા. જો કે નવા સિંમાકન બાદ પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ શહેરની જ વટવા બેઠક પરથી જીત્યા છે.
ગુજરાતમા પ્રદિપસિંહ જાડેજા, ગૃહપ્રધાન ઉપરાંત કાયદો અને ન્યાય, પ્રોટોકોલ, સંસદિય બાબતો, યાત્રાધામ વિકાસ સહિતના વિભાગોના પ્રધાન પણ રહી ચૂક્યા છે. પ્રદિપસિંહ જાડેજા અગિયારમી ગુજરાત વિધાનસભા, 2002થી 2007, બારમી ગુજરાત વિધાનસભા, 2007થી 2012, તેરમી ગુજરાત વિધાનસભા, 2012થી 2017 અને 14મી ગુજરાત વિધાનસભા 2017થી 2022માં અમદાવાદની અસારવા અને વટવા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.
ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને ડે. સીએમ બનાવવાના આ નિર્ણય સામે ભાજપના મોટા અને સિનિયર નેતાઓએ હા મિલાવી હોવાની વાતો પણ રાજકીય સુત્રોમાંથી જાણવા મળી છે ત્યારે નિર્વાવિવાદીત અને લાંબી રેસના નેતા ઓળખાતા પ્રદિપસિંહ જાડેજા ડે. સીએમ બને તો તે વાત માં કોઈ શંકાને સ્થાન નથી.