મોરબી જીલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે મોરબી પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે જેમાં રાજકોટ શહેર રાજકોટ જિલ્લા અને જામનગર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ હાલ ખાબકી રહ્યો છે જેને લઈને લાખો લોકો અસરગ્રસ્ત થયા છે અનેક નીચાણવાળા ભાગોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વરસાદ હાલ સુધી શાંતિ જાળવી બેઠો છે પરંતુ હવે ધીમી ધારે વરસાદ તૃટક તૃટક શરૂ થયો છે જેમાં મોરબી શહેરના રવાપર રોડ,શનાળા રોડ જુના બ્સસ્ટેન્ડ અને સામાકાંઠા વિસ્તારમાં વરસાદ ધીમી ધારે શરૂ થઈ ગયો છે જેમાં રાજકોટ અને જામનગર જીલ્લામાં વરસાદ પડતા ટંકારા પંથકના છેવાડાના વિસ્તારરો ને અસર જોવા મળી છે હાલ ટંકારાના નેકનામ, હમીરપર, વાછકપર, રોહિશાળા, સહિતના તેમજ પડધરી અને જામનગર રોડ પરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે બીજી બાજુ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પણ જામનગર અને રાજકોટ જીલ્લાનું હવાઈ પરીક્ષણ કરવાની જાહેરાત કરી છે જો કે હાલ રાજકોટ જૂનાગઢ જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થતા તમામ ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે ત્યારે રાજકોટ અને જામનગર ના પાડોશી જીલ્લા મોરબીમાં હજુ સુધી સ્થિતિ સામાન્ય છે પરંતુ આગામી સમયમાં વરસાદ મોડી રાત સુધી આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.