Wednesday, October 30, 2024
HomeGujaratધારીના ડાંગાવદર ગામેથી ગુમ થયેલ કિશોરને શોધી કાઢતી માળીયા(મી.) પોલીસ

ધારીના ડાંગાવદર ગામેથી ગુમ થયેલ કિશોરને શોધી કાઢતી માળીયા(મી.) પોલીસ

ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી ગુમ થયેલા કિશોરને ગણતરીના કલાકોમાં માળિયા ત્રણ રસ્તા નજીકથી શોધી કાઢી માળીયા(મી.) પોલીસે પ્રશંસનિય કામગીરી કરી છે.

- Advertisement -
- Advertisement -

અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી પારસભાઇ પ્રવીણભાઇ દાફડા (ઉ.વ.૧૭)નામનો કિશોર તા.૧૩/૦૯/ર૦૨૧ ના રોજ ગુમ થયો હતો જે અંગે પોલીસને જાણ કરતા આ કિશોરને શોધી કાઢવા પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. તેવામાં ગુમ થનારની માહિતી તથા ફોટો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન,તથા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને મોકલી તપાસમાં રહી બાળકને શોધવાની કામગીરી ચાલી રહી હતી. સુચના કરેલ તમામ પોલિસ સ્ટાફ તપાસમા હતા તે દરમ્યાન માળીયા(મી.)પોલીસે માળીયા ત્રણ રસ્તા નજીકથી ગુમ થનાર બાળકને શોધી કાઢી અમરેલી જીલ્લા પોલીસને આગળની કર્યવાહી કરવા સંપર્ક કરી ગુમ થનારને તેના વાલી વારસને સુપ્રત કરી માનવીય અભીગમ દાખવી મોરબી જીલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!