Wednesday, October 30, 2024
HomeGujaratહળવદ-મોરબી હાઇવે પરના ઘુંટુ ગામ નજીકથી સીએનજી રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ-મોરબી હાઇવે પરના ઘુંટુ ગામ નજીકથી સીએનજી રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ-મોરબી હાઇવે ઉપર આવેલા મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીકથી સીએનજી રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે આરોપીના નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ હળવદ-મોરબી હાઇવે ઉપર આવેલા મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે એક શંકાસ્પદ સીએનજી રિક્ષાને અટકાવી તલાસી લેતા રીક્ષામાંથી 100 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે પૂછપરછ કરતા કિશોરભાઇ લાભુભાઇ વાઘેલા (ઉ.વ.૨૮) ધંધો-મજુરી, રહે. ત્રાજપર શેરી નં.૦૧, તા.જી.મોરબી તથા મુકેશભાઇ કરશનભાઇ વરાણીયા (ઉ.વ.૩૬)રહે.ઇન્દીરાનગર, તા.જી.મોરબી વાળાએ આ દારૂ રમેશભાઇ રહે. રાયધ્રા, તા.હળવદ, જી.મોરબી વાળા પાસેથી લઈ હકાભાઇ જીવણભાઇ અદગામા રહે. ઘુટું, તા.મોરબીને આપવા માટે દારૂનો જથ્થો મેળાવ્યાની કબૂલાત આપી હતી. પોલીસે બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા નં.GJ-36-U-3413 કિં.રૂ.૬૦,૦૦૦/- તથા કેફી પ્રવાહી લીટર-૧૦૦ કિં.રૂ.૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી અન્ય આરોપીને ઝડપી લેવા કાયદેસરની હાથધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!