મોરબી: ગુજરાત રાજયના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કેબીનેટ મંડળના વિસ્તરણને લઈને ચર્ચા અને અટકળો એ જોર પકડ્યું છે. રાજકીય આગેવાનો સહિતના અનેક લોકોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજયમાં નવ નિયુક્ત મુખ્યમંત્રી અને તેમના કેબીનેટ મંડળની રચના અંગે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આંનદીબેન પટેલ, નરેન્દ્રભાઈ મોદી સહિતના મુખ્યમંત્રીઓએ ગુજરાતને અલગ જ વિકાસનો પંથ આપ્યો છે. અગાઉના મુખ્યમંત્રીઓએ કંડારેલી વિકાસની કેડીએ કદમ માંડી નવનિયુક્ત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે ધારાસભ્ય તરીકે કરેલી નિષ્ઠા અને ખંત પૂર્વકની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે,મંત્રી મંડળ અંગે મુખ્યમંત્રીને પૂરો અધિકાર છે તેઓ પોતાના અધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને મોવડી મંડળ અને સંગઠન સાથે નક્કી કરી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે તેમ અંતમાં ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું.