મોરબીમાં હાથ ઉછીના રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓ દ્વારા યુવાન પર લાકડી વડે હુમલો કર્યાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વિગત અનુસાર ફરિયાદી પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.૩૩, ધંધો-મજુરી, રહે.મોરબી હરીઓમ સોસાયટી નજીક વોકિંગ કરવા ગયા હતા તે દરમિયાન આરોપી મહેશ દેવજીભાઈ વણોલ તથા મહેશ કાંતીલાલ ભંખોડીયા રહે.બંને.મોરબી-૨,ભડીયાદ કાંટા પાસે વાળાએ અંદાજે રાતના સવા બે વાગ્યાના સુમારે એક આરોપીએ ફરીયાદી પાસે હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા. જે પ્રવીણભાઈએ ના પાડતા બન્ને આરોપીઓએ બોલાચાલી કરી હતી. માથાકૂટ બાદ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને શરીરે માર મારી તેમજ ઢીકાપાટુ મારી બેફામ વાણી વિલાસ આચાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.