ગુજરાત રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતુત્વ હેઠળ નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી છે.મંત્રીમંડળમાં નો રીપીટ થીયરી સાથે ભાજપાએ જુના જોગીઓની હકાલ પટ્ટી કરી છે અને નવા તેમજ યુવા ચહેરાઓ તેમજ બે મહિલાઓને સામેલ કરવામાં આવી છે. જેમાં ૧૦ કેબીનેટ મંત્રીઓ અને રાજ્ય કક્ષાના ૧૪ મંત્રીઓ સાથે ૨૪ મંત્રીઓનું મંત્રી મંડળ બનાવ્યું છે. જેમાં મોરબીના લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પંચાયત, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાનો હવાલો અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તથા રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ, આપત્તી વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્રની જવાબદારી સોંપવામાં આવી છે.