Wednesday, October 30, 2024
HomeGujaratએકના ડબલ કરવાની લાલચ આપતી ભેજાબાજ ગેંગને દબોચી લેતી માળીયા મિયાણા પોલીસ

એકના ડબલ કરવાની લાલચ આપતી ભેજાબાજ ગેંગને દબોચી લેતી માળીયા મિયાણા પોલીસ

રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગને ગણતરીના દિવસોમા માળીયા મિયાણા પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ રૂપીયા ડબલ કરવાની લાલચ આપી લોકોને વિશ્વાસમા લઈ મોટી રકમ પડાવી લીધા બાદ હાથ ઉંચા કરી દેતી ગેંગ મોરબી પંથકમાં સક્રિય થઈ હતી. જે અંગે ગત.16 ના રોજ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આવી ટોળકી કાર લઇને સામખીયાળી તરફથી મોરબી તરફ જઇ રહી હોવાની માળીયા પીએસઆઇ એન.એચ. ચુડાસમા સહિત સર્વેલન્સ સ્ટાફને બાતમી મળતા પોલિસ સ્ટાફ તાત્કાલિક નેશનલ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ પાસે આવેલ બ્રિજ ઉપર તપાસમાં દોડી ગયો હતો. તાપસ દરમીયન શંકાસ્પદ મારુતી સુઝુકીની sx4 કાર નં.GJ-12-B-5752 આવતા પોલીસે અટકાવી તાલસી લીધી હતી. જે કારમાં પૈસા ડબલ કરી આપતી ટોળકી ના કુલ-૩ આરોપીઓ માલુમ પડતા પોલીસે દબોચી લીધા હતા.

ભેજાબાજ ટોળકી ના આરોપીઓ અગાઉથી સાચી ચલણી નોટો ઉપર કાળા કલરનો પાઉડર લગાડી ત્યારબાદ ડબલ પૈસા કરવાવાળા ગ્રાહકોને શોધી અગાઉથી કાળા કલરનો પાવડર લગાડેલ સાચી ચલણી નોટોને બરણીમા કેમીકલમાં સફેદ કલરનો પાવડર તથા શેમ્પ નાખી ધોઇ નાખતા ઓરીજનલ ચલણી નોટો બતાવી વિશ્વાસ કેળવી ડબલ કરી આપવાની લાલચ આપી પોતાની પાસે ચલણી નોટોની સાઇઝના કાળા કલરના પેપર રાખી ડબલ પૈસા ના પેપર તથા પાવડર તથા કેમીકલ આપી ગુનો કરવાની મોર્ડન ઓપરેન્ડેનસી ધરાવે છે. પોલીસે ત્રણેય ગુલામ ઉમરભાઈ બુચડ (ઉ.વ ૩૭) રહે. હાલ-હેમલાઇ વિસ્તાર ઇમામના ડેલા પાછળ અંજાર જી-કચ્છ મુળ રહે-સુરજબારી, જુમાભાઇ અયુબભાઇ કોરેજા (ઉ.વ ૨૦) ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે સલનાની ચીરઇ તા-ભચાઉ જી-કચ્છ તથા વિરલભાઇ મદનલાલ શર્મા (ઉ.વ-૪૩) ધંધો-ડ્રાઇવીંગ રહે-હાલહિમતપુરા મગલેશ્વર મંદિર પાછળ ભચાઉ જી-કચ્છ મુળ રહે-બાડમેર લીલીયા ઢોરા કુવા નં-3 વાળાને ઝડપી લઈ તેના કબ્જામાંથી મારુતી સુઝુકીની SX4 કાર નં.GJ-12-BF-575, સફેદ કલરના પાઉડરનુ પેકટ નંગ,1 એક લાખ રૂપિયા, મોબાઇલ નંગ-૬, કાચની ખાલી બરણી નંગ-૨, પ્રવાહી ભરેલ કાચની બરણી ફરતે વિટાળેલ કોટન સાથે નંગ-૨, પ્લાસ્ટીકની પારદશેક ડબીમા પાવડરના સેમ્પલ રાખેલ ડબી નંગ-૨ સહિતનું સાહિત્ય કબજે કરેલ છે.

આ કામગીરી દરમિયાન પીએસઆઈ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તેમજ મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!