ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લિમિટેડના નેજા હેઠળ મોરબી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપર વાઇઝર માટે ભરતી આયોજન કરવામાં આવ્યું છે.
સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈજર માટેની ભરતી શિબિર તા.૨૦.૦૯ના રોજ અમરસિંહજી હાઇસ્કૂલ -વાકાનેર તથા તા – ૨૧.૦૯ના રોજ મહર્ષિ દયાનંદ વિધાલય-ટંકારા તથા આગામી તા. ૨૨.૦૯.ના રોજ કે.પી.હોથી ઉ.મા શાળા- સરવડ તથા તા -૨૩.૦૯.૨૦૨૧–મોર્ડન સ્કુલ –હળવદ ખાતે અને તા-૨૪.૦૯.- ઘી.વી.સી.ટેક. હાઇ સ્કૂલ, મોરબી ખાતે શિબિર યોજાશે. સવારે 10 થી બપોરના 04કલાક સુધી શિબિર યોજાશે તેમ ભરતી અધિકારી મૃત્યુંજય કુમાર દ્વારા જણાવાયું છે. ઉમેદવારની ઉમર 21 થી 36 વર્ષ તેમજ શૈક્ષણિક લાયકાત 10 પાસ અને ઊચાઇ 168 સે.મી તથા વજન 56 કિ.લો, છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદૂરસ્ત હોવું જરૂરી છે. ઇચ્છુક ઉમેદવારોને ડોકયુમેંટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈજ ના ફોટા,આધારકાર્ડ સાથે રાખવા અનુરોધ કરાયો છે.
ભરતી શિબિરમાં પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા (ગાંધીનગર) માં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગાહ, એરપોર્ટ,મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર,બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા જવાનની સેલરી રૂ|. 12,000/- થી 15,000/- સુરક્ષા સુપરવાઈજર માટે રૂ|. 15,000/- થી 18,000/- અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો. પ્રોમોશન, પી. એફ., ઇ. એસ. આઈ., ગ્રેસ્યુઈટી , મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે. કોરોના મહામારીને પગલે દરેક ઉમમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું જરુંરી છે.