મોરબીની વીસીપરા યમુનાનગર સોસાયટીના શેરી નં-૫ આવેલ બંધ રહેણાંક મકાનમાંથી અજાણ્યો શખ્સ સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત ૫૦ હજારના મુદામાલની ચોરી કરી ગયા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ કેસની જાણવા મળતી વિગત અનસાર મોરબી શહેરના વીસીપરા, યમુના નગર સોસાયટીમાં આવેલ શેરી નં.૫ માં રહેતા વ્રુતિબેન મુકેશભાઇ વિઠલદાસ જાતે (ઉ.વ.૨૫)ના બંધ મકાનમા અજાણ્યા ઈસમેં દરવાજાનો નકુચો / તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી બેડ રૂમમા કબાટની તિજોરી તોડી તેમા રહેલ સોનાનો એક ચેન અંદાજીત ૧૦ ગ્રામ કિ.રૂ.૩૦૦૦૦ તથા સોનાની કાનની બુટી નં-૨ અંદાજીત ગ્રામ ૫ કિં.રૂ. ૧૫,૦૦૦/ તથા ૫૦૦૦/- ની રોકડ સહિત કિંરૂ.૫૦,૦૦૦/- મુદામાલ ઉસેડી ગયાની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદને લઈને મોરબી સીટી બી ડિવિઝન પોલીસના પીએસઆઇ એમ. પી. સોનારા સહિતનાઓએ કસુરવારને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.