અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી થયેલ બાઇક સહિતની ઘરફોડ ચોરીનો ટંકારા પોલીસે ઇ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલ એપની મદદથી ભેદ ઉકેલી ચોરાયેલા મુદામાલ બાબતે ચાંદખેડા પોલીસને જાણ કરાઈ છે.
જાણવા મળતી વિગત અનુસાર ટંકારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ પોલીસ સ્ટેશન નજીક આવેલ KGN પાન પાસે ઉભા હતા તે દરમિયાન એક નંબર પ્લેટ વગરના બજાજ બાઇકનો ચાલક ભુરસીંગભાઇ ભાવસીંગભાઇ ખરાડી રહે.હાલ પાંચવડા તા.જસદણ જી.રાજકોટ મુળ રહે.મધ્યપ્રદેશ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે બાઈકના જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ડોક્યુમેન્ટ હાજર ન હોવાથી પોલીસે ચેસીસ નંબર ઇ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલ એપમાં સર્ચ કરી તેના માલિકનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો જેમાં આ બાઇક ઘરફોડ ચોરીમાં ગયું હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
ચોરી અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ, માલિકે જણાવતા ટંકારા પોલીસ દ્વારા ચોરાયેલ મુદ્દામાલ કિ.રૂ.૬૦,૦૦૦/- કબજે કરી ચાંદખેડા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી આરોપી મુદામાલ બાબતે ચાંદખેડા પો.સ્ટે.ને જાણ કર્યાનું જાહેર થયું છે.
આ કામગીરીમાં ટંકાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.ડી.પરમાર, એ.એસ.આઇ ફારૂકભાઇ યાકુબભાઇ,હેડ કોન્સટેબલ રણજીતભાઇ મગનભાઇ જોડાયા હતા