Tuesday, April 30, 2024
HomeNewsMorbiમોરબીમાં લીલાપર રોડ પર થોડા દિવસ પહેલા ઘરમાં ગેસનો બાટલો ફાટતા :...

મોરબીમાં લીલાપર રોડ પર થોડા દિવસ પહેલા ઘરમાં ગેસનો બાટલો ફાટતા : ગંભીર ઈજાગ્રસ્ત પતિ-પત્નીનું સારવાર દરમિયાન મોત

મોરબીના લીલાપર રોડ પર મકાનમાં થોડા દિવસ અગાઉ ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો અને ગેસનો બાટલો ફાટતા દંપતી અને બાળકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન પતિ-પત્નીનું મૃત્યુ નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર રોડ પર આવેલ ફખરી સોસાયટીમાં રહેતા હુશેનભાઈ મોહમ્મદભાઈ નગરીયાના મકાનમાં ગત તા.૧૧ ના રોજ સવારના સમયે ગેસનો બાટલો ફાટ્યો હતો જેના પગલે ઘરમાં હાજર હુશેનભાઈ મોહમ્મદભાઈ નગરીયા, તેના પત્ની સકીનાબેન નગરીયા અને છ વર્ષનું બાળક એમ ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને દાઝી ગયેલા દંપતી અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર રીતે દાઝી ગયેલ હુશેનભાઈ અને તેના પત્ની સકીનાબેનનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી તો તેમનું છ વર્ષના બાળક ગંભીર હાલતમાં હોય જે હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!