ટંકારા તાલુકાના વાછકપર ગામે પાણીના ખાડામાં દુબી જતા ૧૫ વર્ષના સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
વિગત મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા ગંગાદાસ કાળુભાઇ પરમાર (ઉ.વ.૧૫) અકસ્માતે પાણી ભરેલા ખાડામાં ડુબી જતા આ અંગેની પરિવારજનોને જાણ થતાં.રાજકોટમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જયાં ફરજ પરના ડોકટરે સગીરને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.